ચીનના ડિંગ લિરેનથી 6 વિ. 5 પોઇન્ટથી આગળ
સિંગાપોર,
તા.8 : ભારતીય ચેલેન્જર 18 વર્ષીય ડી. ગુકેશનો વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની 11મી ગેમમાં
વર્તમાન વિજેતા ચીનના ડિંગ લિરેન વિરુદ્ધ શાનદાર અને નિર્ણાયક વિજય થયો છે. આથી ડી.
ગુકેશ 6 વિરુદ્ધ પ પોઇન્ટથી લિરેનથી આગળ થયો છે. સૌથી નાની ઉંમરે શતરંજનો વિશ્વ ખિતાબ
જીતવા માટે ગુકેશને હવે શેષ ત્રણ બાજી ડ્રો કરવાની છે. 14 બાજીની ગેમમાં જીત માટે
7.પ અંક આવશ્યક છે.
વર્તમાન
ચેમ્પિયન ચીનના ડિંગ લિરેન અને ભારતના યુવા ગ્રાંડમાસ્ટર ડી. ગુકેશ વચ્ચે પાછલી સાત
બાજી સળંગ ડ્રો રહી હતી. આજે 11મી બાજીમાં લિરેનના બ્લંડરને લીધે ગેમનું અચાનક જ સમાપન
થયું હતું અને ગુકેશની નિર્ણાયક જીત થઈ હતી. અગાઉ ગુકેશનો ત્રીજી ગેમમાં વિજય થયો હતો
જ્યારે લિરેને પહેલી ગેમ જીતી હતી. હવે 11મી ગેમ જીત ગુકેશ એક પોઇન્ટથી આગળ થયો છે.