• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

સ્મૃતિનો ઝડપી સદીનો રેકોર્ડ

રાજકોટ તા.1પ: ટીમ ઇન્ડિયાની રનમશીન અને સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાએ આજે અહીંના નિરંજન શાહ સ્ટેડિયમ પર 80 દડામાં 12 ચોકકા અને 7 છકકાથી 13પ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. સ્મૃતિની આ 10મી વન ડે સદી છે અને તે માત્ર 70 દડામાં પૂરી કરીને ભારત તરફથી સૌથી ઝડપી સદીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. સ્મૃતિ મંધાના અને હરમનપ્રિત કૌરનો રેકોર્ડ તોડયો હતો. હરમનપ્રિતે 2024માં દ. આફ્રિકા વિરૂધ્ધ 87 દડામાં સદી કરી હતી. સ્મૃતિ મંધાનાની વન ડે ફોર્મેટમાં આ 10મી સદી છે. તેણી આ મામલે વિશ્વ સૂચિમાં સંયુકત રૂપે ત્રીજા સ્થાને આવી ગઇ છે. ઇંગ્લેન્ડની ટેમી બ્યૂમોંટના ખાતામાં પણ 10 સદી છે. ન્યુઝીલેન્ડની સૂજી બેટસ 13 સદી સાથે બીજા અને ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ 1પ સદી સ્થાને પહેલા સ્થાને છે.

ભારત તરફથી સૌથી ઝડપી સદી

બેટર      દડા        વિરુદ્ધ  વર્ષ

સ્મૃતિ મંધાના      70        આયરલેન્ડ           2025

હરમનપ્રિત કૌર     87        દ.આફ્રિકા            2024

હરમનપ્રિત કૌર     90        ઓસ્ટ્રેલિયા          2017

જેમિમાહ રોડ્રિગ્સ 90        આયરલેન્ડ           2025

ઇ-પેપરના નવા શુલ્ક