મેલબોર્ન,
તા.1પ: સર્બિયાના 24 વખતના ગ્રાંડસ્લેમ વિજેતા ખેલાડી નોવાક જોકોવિચે આજે પોતાનો
430મો ગ્રાંડસ્લેમ સિંગલ્સ મેચ રમીને નવો રેકોર્ડ બનાવ્યો છે. 10 વખતના ઓસ્ટ્રેલિયન
ઓપન જોકોવિચે આજે બીજા રાઉન્ડમાં 21 વર્ષીય અમેરિકી ક્વોલીફાયર ખેલાડી જૈમે ફારિયાને
6-1, 6-7, 6-3 અને 6-2થી હાર આપી ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. આ જીત સાથે જોકોવિચે
મહાન રોઝર ફેડરરના 429 મેચના રેકોર્ડને તોડયો હતો. અન્ય મેચમાં ઝેક ગણરાજયના ખેલાડી
ટોમસ માચેકનો બીજા રાઉન્ડમાં વિજય થયો હતો. તે હવે જોકોવિચ વિરુદ્ધ ટકરાશે. બીજા ક્રમનો
રૂસી ખેલાડી એલેક્ઝાંડર જેવરેવ અને ત્રીજા ક્રમનો સ્પેનનો કાર્લોસ અલ્કારેજ પણ ત્રીજા
રાઉન્ડમાં પહોંચ્યા છે.