ઓસ્ટ્રેલિયા
પ્રવાસમાં બેટધરોની નિષ્ફળતા બાદ BCCIનો નિર્ણય
મુંબઈ,
તા.16 : ટીમ ઇન્ડિયાના સપોર્ટ સ્ટાફમાં ફેરફાર થયો છે. સૌરાષ્ટ્રની રણજી ટ્રોફી ટીમનો
પૂર્વ કપ્તાન અને મેરેથોન ઇનિંગનો માહિર પૂર્વ બેટધર સિતાંશુ કોટક ટીમ ઇન્ડિયાનો નવો
બેટિંગ કોચ નિયુક્ત થયો છે. તે 22 જાન્યુઆરીથી કોલકતા ખાતે શરૂ થઈ રહેલી પ મેચની ટી-20
શ્રેણીથી ચાર્જ સંભાળી લેશે. પ2 વર્ષીય સિંતાશુ કોટક લાંબા સમયથી નેશનલ ક્રિકેટ એકેડેમી
સાથે જોડાયેલો છે. 20 સાલની સફળ ડોમેસ્ટિક કેરિયર બાદ તેણે 2013માં સંન્યાસ લીધો હતો.
2019માં તે એનસીએમાં બેટિંગ કોચ તરીકે જોડાયો હતો. તે ઇન્ડિયા એ ટીમના હેડ કોચની જવાબાદારી
નિભાવી ચૂક્યો છે. 2023ના આયરલેન્ડ પ્રવાસ વખતે કોટક સિનિયર ટીમનો હેડ કોચ બન્યો હતો.
હવે સિંતાશુ કોટક ગૌતમ ગંભીરના કોચિંગ સ્ટાફનો પાંચમો સદસ્ય બનશે. હાલ બેટિંગ કોચની
જવાબદારી અભિષેક નાયર સંભાળી રહ્યો છે. જેની કામગીરથી બીસીસીઆઇ ખુશ નથી. કોટકના નામે
ડોમેસ્ટિક ક્રિકેટમાં 1પ સદીથી 8000થી વધુ રન છે.
રિપોર્ટ
અનુસાર બીસીસીઆઇ એક અનુભવી બેટિંગ કોચની શોધમાં હતું અને હવે સિંતાશુ કોટકના રૂપમાં
શોધ પૂરી થઈ છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન
ટીમ ઇન્ડિયાનું બેટિંગ ઓર્ડર ફલોપ રહ્યંy હતું અને વિરાટ કોહલી સહિતના બેટધરોની ટેકનિકમાં
ખામી જોવા મળી હતી. ગૌતમ ગંભીર હેડ કોચ બન્યા બાદથી બેટિંગ કોચ પદે અભિષેક નાયરની નિયુક્તિ
થઈ છે. ગંભીરની ભલામણથી તે સહાયક કોચ બન્યો છે. તાજેતરમાં બીસીસીઆઇની બેઠક મળી હતી.
જેમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસની નિષ્ફળતા પર કપ્તાન રોહિત શર્મા, કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય
પસંદગીકાર અજીત અગરકરની ઉપસ્થિતિમાં સઘન ચર્ચા થઈ હતી.
એવા
પણ રિપોર્ટ સામે આવ્યા છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન હેડ કોચ ગંભીર સાથે બોલિંગ
કોચ મોર્ને મોર્કલ વચ્ચે મતભેદ થયા હતા. ગંભીરનાં આગમન બાદ જ મોર્કલની બોલિંગ કોચ તરીકે
નિયુક્તિ થઈ હતી. ફિલ્ડિંગ કોચ તરીકે હાલ રેયાન ટેન ડોશેટ છે.