વિજય
હઝારે ટ્રોફીમાં વિદર્ભ ફાઇનલમાં: મહારાષ્ટ્ર સામે સેમિમાં 69 રને વિજય
વડોદરા
તા.16: રનમશીન કરણ નાયરની વધુ એક અણનમ વિસ્ફોટક 88 રનની ઇનિંગ અને ધ્રુવ શોરી અને યશ
રાઠોડની સદીની મદદથી વિદર્ભ ટીમ વિજય હઝારે ટ્રોફીના ફાઇનલમાં પહોંચી છે. જયાં તેની
ટકકર શનિવારે કર્ણાટક સામે થશે. આજે બીજા સેમિમાં મહારાષ્ટ્ર સામે વિદર્ભનો 69 રને
વિજય થયો હતો. વિદર્ભના 3 વિકેટે 380 રનના જવાબમાં મહારાષ્ટ્રના ટીમના 7 વિકેટે
311 રન થયા હતા.
ત્રેવડી
સદી બાદ ટીમ ઇન્ડિયામાંથી ફેંકાઇ જનાર કરણ નાયરનું બેટ હવે રનનો ધોધ વહાવી રહ્યંy છે.
તે હવે 8 વર્ષ બાદ ટીમ ઇન્ડિયામાં વાપસી કરી શકે છે. આજે વિજય હઝારે વન ડે ટૂર્નામેન્ટના
સેમિ ફાઇનલમાં વિદર્ભના કપ્તાન કરણ નાયરે વધુ એક વિસ્ફોટક અને અણનમ ઇનિંગ રમી છે. તે
ફકત 44 દડામાં 9 ચોકકા અને પ છકકાથી 88 રને અણનમ રહ્યો હતો. મહારાષ્ટ્રના બોલરોની ધોલાઇ
કરીને વિદર્ભ ટીમે પ0 ઓવરમાં 3 વિકેટે 380 રન ખડકયાં હતા. કરણ નાયરે આખરી ઓવરમાં
24 રન ઉમેર્યાં છે. તેના હવે વિજય હઝારે ટ્રોફીમાં 7 ઇનિંગમાં ફકત એક વખત જ આઉટ થઇને
કુલ 7પ2 રન થયા છે. જેમાં પ તો સદી છે.
આજે
સેમિ ફાઇનલમાં વિદર્ભ તરફથી ધ્રુવ શૌરીએ 114 અને યશ રાઠોડે 116 રન કર્યાં હતા. આ બન્ને
વચ્ચે પહેલી વિકેટમાં 224 રનની ભાગીદારી થઇ હતી. વિકેટકીપર જિતેશ શર્મા 33 દડામાં પ1
રને આઉટ થયો હતો. મહારાષ્ટ્ર તરફથી મુકેશ ચૌધરીને 2 વિકેટ મળી હતી.