• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

અલ નાસર ક્લબ રોનાલ્ડોને એક વર્ષ માટે 2249 કરોડ રૂા. ચૂકવશે

ક્લબમાં 5 ટકાની હિસ્સેદારી બોનસમાં

નવી દિલ્હી, તા.16 : ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સૌથી વધુ કમાણી કરનારો ખેલાડી છે. 39 વર્ષીય પોર્ટૂગલના આ ફૂટબોલ સ્ટારનો જાન્યુઆરીના અંતમાં સઉદી અરબ ક્લબ અલ નાસર સાથેનો બે વર્ષનો કરાર સમાપ્ત થઇ રહ્યો છે. આથી એવી ચર્ચા શરૂ થઈ હતી કે રોનાલ્ડો યુરોપમાં પાછો ફરશે કે અલ નાસર સાથે જોડાયેલો રહેશે. હવે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે રોનાલ્ડો અલ નાસર ક્લબ સાથે જોડાયેલો રહેશે. તેનો કરાર એક વર્ષ માટે વધારવામાં આવશે. રોનાલ્ડોએ આ માટે ગ્રીન સિગ્નલ આપી દીધું છે.

રિપોર્ટ અનુસાર રોનાલ્ડોના કરારની રકમ પણ વધશે. તે વાર્ષિક 2249 કરોડ રૂપિયાને સેલેરી મળશે. જેમાં 1731 કરોડ રૂપિયા મેદાનમાં રમવા માટે અને પ17 કરોડ રૂપિયા મેદાન બહારની ક્લબની પ્રવૃત્તિઓ માટે મળશે. નવા કરારથી રોનાલ્ડોને 422 કરોડ રૂપિયાનો ફાયદો થશે. ગત કરાર માટે તેને વાર્ષિક 1827 કરોડ મળ્યા હતા. અલ નાસર કલબે રોનાલ્ડોને પાંચ ટકાની હિસ્સેદારી આપવાની પણ સમજૂતી કરી છે. આથી રોનાલ્ડોની કમાણી વઘશે.

રોનાલ્ડોએ અલ નાસર ક્લબ તરફથી 84 મેચમાં 7પ ગોલ કરીને શાનદાર દેખાવ કર્યો છે. 2024માં તે દુનિયાનો સૌથી વધુ કમાણી કરનારો એથ્લેટ હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક