• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

આજથી મલેશિયામાં U-19 મહિલા T-20 વર્લ્ડ કપનો પ્રારંભ A ગ્રુપમાં ભારત સાથે વેસ્ટ ઈન્ડિઝ, મલેશિયા અને શ્રીલંકા

નવી દિલ્હી, તા.17: અન્ડર-19 મહિલા વર્લ્ડ કપ મલેશિયામાં આવતીકાલ 18 જાન્યુઆરીથી શરૂ થશે. જેમાં કુલ 16 ટીમ હિસ્સો બનશે. આ ટૂર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં રમાશે. 16 ટીમને 4-4ના ગ્રુપમાં રાખવામાં આવી છે. તમામ ટીમ ગ્રુપ રાઉન્ડના મેચમાં દરેક ટીમ સામે 1-1 મેચ રમશે. આ પછી ગ્રુપની 3-3 ટીમ સુપર સિકસ રાઉન્ડમાં પહોંચશે. જેમાં 6-6 ટીમના બે ગ્રુપ હશે. જેમાંથી બન્ને ગ્રુપની બે-બે ટોચની ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે. ગત અન્ડર-19 મહિલા કપમાં ભારતીય ટીમ શેફાલી વર્માની કપ્તાનીમાં ચેમ્પિયન બની હતી ત્યારે ટીમમાં ઋચા ઘોષ પણ હતી. હવે આ બન્ને ઇન્ટરનેશનલ સ્ટાર બની ચૂકી છે. આ વખતે ટૂર્નામેન્ટના સેમિ ફાઈનલ 31 જાન્યુઆરીએ અને ફાઇનલ 2 ફેબ્રુઆરીએ રમાશે.

ભારતીય ટીમ ગ્રુપ એમાં સામેલ છે. તેની સાથે વેસ્ટ ઇન્ડિઝ, મલેશિયા અને શ્રીલંકા છે. ગ્રુપ બીમાં ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, આયરલેન્ડ અને યૂએસએ ટીમ છે. ગ્રુપ સીમાં ન્યુઝીલેન્ડ, દ. આફ્રિકા, નાઇઝિરીયા અને સામોઆ દેશની ટીમ છે. ગ્રુપ ડીમાં ઓસ્ટ્રેલિયા, બાંગલાદેશ, નેપાળ અને સ્કોટલેન્ડની ટીમ સામેલ છે. ભારતીય યુવા મહિલા ટીમ તેના અભિયાનની શરૂઆત 8 માર્ચે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ મેદાને પડીને કરશે. ભારતની કપ્તાન નિક્કી પ્રસાદ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક