શુમભન
ગિલને મળી મોટી જવાબદારી : મોહમ્મદ સિરાજ બહાર, જયસ્વાલ પહેલી વખત વનડે ટીમનો હિસ્સો,
કુલદીપ યાદવની પણ વાપસી
નવી
દિલ્હી, તા. 18 : આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમનું એલાન કરી દેવામાં
આવ્યું છે. 18 જાન્યુઆરીના રોજ મુંબઈમાં આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં ચીફ સિલેક્ટર અજીત
અગરકરે ટીમની ઘોષણા કરી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્માના
હાથમાં હશે. રોહિત પણ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત હતો. ચેમ્પિયન્સ ટ્રોફી આ વખતે હાઈબ્રિડ
મોડલ હેઠળ પાકિસ્તાન અને દુબઈમાં થવાની છે. ટૂર્નામેન્ટનો પહેલો મુકાબલો 19 ફેબ્રુઆરીના
રોજ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાચીમાં થશે. જ્યારે ભારતીય ટીમ પહેલો મેચ
20 ફેબ્રુઆરીના રોજ બંગલાદેશ સામે રમશે.
ચેમ્પિયન્સ
ટ્રોફીની ટીમમાં શુભમન ગિલને ઉપ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે મોહમ્મદ સિરાજ ટીમનો
હિસ્સો બની શક્યો નથી. ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહને પણ ટીમમાં જગ્યા મળી છે. જ્યારે
યશસ્વી જયસ્વાલ પહેલી વખત વનડે ટીમનો હિસ્સો બન્યો છે. ઝડપી બોલર મોહમ્મદ શમી પણ
14 મહિના બાદ વનડે ટીમમાં પરત ફર્યો છે. અર્શદીપ સિંહને પણ ટીમમાં જગ્યા મળી છે.
ભારતીય
ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપકેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ
રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડયા, યશસ્વી જયસ્વાલ, રવીન્દ્ર
જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપસિંહ, વોશિંગ્ટન
સુંદર.
8 ટીમ
વચ્ચે 15 મુકાબલા
ચેમ્પિયન્સ
ટ્રોફી 2025મા 8 ટીમ વચ્ચે કુલ 15 મુકાબલા થશે. ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી
છે. ભારત અને પાકિસ્તાન ગ્રુપ એમાં છે. બાકીની બે ટીમ ન્યુઝીલેન્ડ અને બંગલાદેશ છે.
ગ્રુપ બીમાં દ.આફ્રિકા, ઓસ્ટ્રેલાય, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ છે. તમામ આઠ ટીમ પોતાના
ગ્રુપમાં 3-3 મુકાબલા રમશે. બાદમાં દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ
કરશે. પહેલો સેમીફાઈનલ દુબઈ અને બીજો લાહોરમાં થશે ત્યારબાદ ફાઈનલ મુકાબલો રમાશે. તેવામાં
જો કોઈ ટીમ ફાઈનલ સુધી પહોંચે તો ટૂર્નામેન્ટમાં કુલ પાંચ મેચ રમશે.
15
મેચ 4 અલગ અલગ વેન્યુમાં
ચેમ્પિયન્સ
ટ્રોફીના તમામ 15 મુકાબલા 4 વેન્યુ ઉપર રમાશે. જેમાં ત્રણ વેન્યુ પાકિસ્તાનમાં છે.
જ્યારે એક દુબઈમાં છે. ભારતીય ટીમ તમામ મુકાબલા દુબઈમાં જ રમશે. જો ભારતીય ટીમ ક્વોલિફાઈ
કરે તો ફાઈનલ પણ દુબઈમાં થશે. બાકી ખિતાબી મુકાબલો નવ માર્ચના રોજ લાહોરમાં થશે. સેમીફાઈનલ
મેચ અને ફાઈનલ માટે એક રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. એક સેમિફાઈનલ સહિત 10 મુકાબલા
પાકિસ્તાનના ત્રણ વેન્યુ ઉપર થશે.