• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

એશિયા કપના પાકિસ્તાન સામેના મેચનો બહિષ્કાર કરવાની હરભજનની હાકલ

નવી દિલ્હી તા.13: એશિયા કપ આવતા મહિને 9 સપ્ટેમ્બરથી યૂએઇમાં રમાવાનો છે. જેમાં ભારતનો પાકિસ્તાન સામે ગ્રુપ સ્ટેજનો મેચ 14મીએ દુબઇમાં છે. પહલગામ આતંકી હુમલા પછી ભારતે જવાબી કાર્યવાહી કરી ઓપરેશન સિંદુર દ્રારા નાપાક આતંકી અડ્ડાઓનો સફાયો કર્યોં હતો. આ પછી બન્ને દેશ વચ્ચે તનાવ ચરમ પર ચાલી રહ્યો છે અને લોકો પાક. સામેના ક્રિકેટ મેચના બહિષ્કારની તરફેણ કરી રહ્યા છે. હવે આ મામલે પૂર્વ સ્પિનર અને આમ આદમી પાર્ટીના રાજયસભા સાસંદ હરભજન સિંઘે પણ પાક. સામેના એશિયા કપના મેચનો બહિષ્કાર કરવાની તરફેણ કરી છે. તેણે કહ્યંy છે કે ભારતીય ટીમે એશિયા કપમાં પાકિસ્તાન સામે રમવું જોઇએ નહીં. આ મેચને આટલું બધું મહત્વ કેમ મળી રહ્યંy છે. આપણા જવાનો ઘરે જઇ શકતા નથી અને આપણે ક્રિકેટ રમવા નીકળી પડીએ છીએ. જરા યાદ કરો કુરબાની. હરભજનસિંઘ હાલમાં જ લંડનમાં લિજેન્ડસ લીગનો હિસ્સો હતો. આ લીગના પાક. સામેના ગ્રુપ સ્ટેજ અને સેમિ ફાઇનલ મેચનો ભારતીય ટીમે બહિષ્કાર કર્યોં હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક