શુભમન ગિલ ટોચ પર યથાવત્ : બોલિંગમાં કુલદીપ બીજા નંબરે
દુબઇ,
તા.13: આઇસીસી દ્વારા નવી વન ડે ક્રમાંક યાદી જાહેર થઇ છે. જેમાં મેદાનમાં ઉતર્યાં
વિના ભારતીય કપ્તાન રોહિત શર્માને ફાયદો થયો છે. તેણે પાક.ના બાબર આઝમને પાછળ રાખીને
વન ડે બેટિંગ ક્રમાંકમાં બીજા સ્થાન પર કબજો જમાવ્યો છે. રોહિત શર્માએ તેનો આખરી વન
ડે મેચ 9 માર્ચ 202પના ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમ્યો હતો. જે ચેમ્પિયન્સ ટ્રોફીનો ફાઇનલ
હતો. હવે તેના 1પ6 દિવસ બાદ રોહિત શર્માના ક્રમાંકમાં એક સ્થાનનો સુધારો થયો છે. ટીમ
ઈન્ડિયાનો યુવા બેટર અને ટેસ્ટ કપ્તાન શુભમન ગિલ વન ડેનો નંબર વન બેટ્સમેન છે.
વેસ્ટ
ઇન્ડિઝ સામેની શ્રેણીમાં પાક.નો બાબર આઝમ પૂરી રીતે નિષ્ફળ રહ્યો છે. તેણે 3 ઇનિંગમાં
માત્ર પ6 રન કર્યાં છે. આથી રોહિતને ફાયદો થયો છે. રોહિતના 7પ6 રેટિંગ પોઇન્ટ છે. જ્યારે
બાબર આઝમના ખાતામાં 7પ1 અંક છે. શુભમન ગિલ 784 પોઇન્ટ સાથે ટોચ પર યથાવત છે. વિરાટ
કોહલી ચોથા અને શ્રેયસ અય્યર આઠમા ક્રમે છે. ટોપ ટેન બેટરમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ
અને દ. આફ્રિકાના એક પણ ખેલાડી નથી.
વન
ડે બોલિંગ ક્રમાંકમાં શ્રીલંકાનો મહિશ તિક્ષ્ણા 671 પોઇન્ટ સાથે ટોચ પર છે. જયારે કુલદીપ
યાદવ (6પ0) બીજા ક્રમે છે. કેશવ મહારાજ (648) ત્રીજા સ્થાને છે. રવીન્દ્ર જાડેજા (616)
નવમા ક્રમે છે.