દિગ્ગજ
ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે મુંબઇના ઉદ્યોગપતિ રવિ ઘઇની પૌત્રી
સાનિયા ચંડોક સાથે સગાઇ કરી હતી. સગપણ વિધિમાં બન્ને પક્ષના નજીકના સગા-સંબંધીઓ ઉપસ્થિત
રહ્યા હતા. જો કે બન્ને પરિવાર તરફથી હજુ સુધી કોઇ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
અર્જુન તેંડુલકર ડોમેસ્ટિક ક્રિકેટમાં ગોવા તરફથી રમે છે. આઇપીએલમાં તે મુંબઇ ઇન્ડિયન્સ
ટીમનો હિસ્સો છે. પાછલી સીઝનમાં તેને એક પણ મેચ રમવાનો મોકો મળ્યો ન હતો. સાનિયા ચંડોક
અર્જુનની બહેન સારા તેંડુલકરની બહેનપણી છે. 2પ વર્ષીય અર્જુન તેંડુલકર ડાબોડી ઓલરાઉન્ડર
છે.