પેરિસ,
તા.14: ચેમ્પિયન્સ લીગના ચેમ્પિયન પેરિસ સેંટ જર્મેન (પીએસજી) ટીમે તેનું ચમત્કારિક
પ્રદર્શન ચાલુ રાખીને પેનલ્ટી શૂટઆઉટમાં ટોટેનહેમ ટીમને હાર આપીને યૂઇએફએ સુપર કપ જીતો
લીધો છે. ફ્રાંસની આ ફૂટબોલ કલબની આ વર્ષે આ પાંચમી ટ્રોફી છે. નૂનો મેંડેસએ શૂટઆઉટમાં
નિર્ણાયક સ્પોટ પર કિકને ગોલમાં પરિવર્તિત કરીને પીએસજીની શાનદાર વાપસી કરાવી જીત અપાવી
હતી. આ મેચમાં નિર્ધારિત સમય દરમિયાન 8પ મિનિટ સુધી ટોટેનહેમ ટીમ 2-0 ગોલથી આગળ હતી.
આખરી ક્ષણોમાં પીએસજી તરફથી લી કાંગ ઇનએ અને ગોંકાલો રામોસે ગોલ કરી બાજી પલટાવી હતી.
પેનલ્ટી શૂટઆઉટમાં પણ ટોટેનહેમ 2-0થી આગળ હતું. અંતમાં પીએસજીનો 4-3 ગોલથી દિલધડક વિજય
થયો હતો અને યૂઇએફએ કપ કબજે કર્યો હતો.