સિડની,
તા.14: દ. આફ્રિકા સામેના ત્રીજા ટી-20 મેચ અને વન ડે શ્રેણી અગાઉ ઓસ્ટ્રેલિયાને મોટો
ફટકો પડયો છે. ઓસિ. ટીમના ત્રણ ખેલાડી મિચેલ ઓવેન, લાંસ મોરિસ અને મેટ શોર્ટ સિરીઝની
બહાર થઇ ગયા છે. મિચેલ ઓવેનને બીજા ટી-20 મેચમાં આફ્રિકી બોલર રબાડાનો દડો હેલ્મેટ
પર લાગ્યો હતો. તેની ઇજા ગંભીર છે અને ઓછામાં ઓછા બે સપ્તાહ માટે મેદાનની બહાર થઇ ગયો
છે. આથી તે વન ડે શ્રેણી પણ ગુમાવશે.
આ ઉપરાંત
ઝડપી બોલર લાંસ મોરિસ અને ઓલરાઉન્ડર મેટ શોર્ટ પણ મંગળવારથી શરૂ થઇ રહેલ ત્રણ મેચની
વન ડે શ્રેણીની બહાર થયા છે. મોરિસની પીઠમાં દર્દ છે. શોર્ટના સ્નાયૂ ખેંચાઇ ગયા છે.
ઓસ્ટ્રેલિયા અને દ. આફ્રિકા વચ્ચેનો ત્રીજો ટી-20 મેચ શનિવારે રમાશે. હાલ 3 મેચની શ્રેણી
1-1ની બરાબરી પર છે.
ઓસ્ટ્રેલિયા
વન ડે ટીમ: મિચેલ માર્શ (કેપ્ટન), જેવિયર બાર્ટલેટ, એલેકસ કેરી (વિકેટકીપર), બેન ડવારશૂઈસ,
નાથન એલિસ, કેમરૂન ગ્રીન, હેરોન હાર્ડી, જોશ હેઝલવૂડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લીશ, મેટ
કુહનેમેન, માર્નસ લાબુશેન અને એડમ ઝમ્પા.