નવી દિલ્હી તા.26: ઇંગ્લેન્ડ પ્રવાસમાં ભારતીય ટીમમાં સામેલ ન થનાર ઝડપી બોલર હર્ષિત રાણા હવે એશિયા કપથી વાપસી કરી રહ્યો છે. હર્ષિતે કહ્યંy છે કે તે સખત મહેતન કરી રહ્યો છે અને દિલ્હી પ્રીમિયર લીગ એશિયા કપની તૈયારી માટે આદર્શ છે. જો કે આ લીગમાં હર્ષિત રાણાને નોંધપાત્ર સફળતા મળી નથી.
તે
કહે છે કે મેં પાછલા 20-2પ દિવસમાં 12-13 ટી-20 મેચ રમ્યા છે. જેનો મને એશિયા કપમાં
ફાયદો મળશે. મારી પાસે સારી મેચ પ્રેકટીસ છે. ખાસ કરીને જસીભાઇ (બુમરાહ) સાથે બોલિંગ
કરવા ઘણો ઉત્સુક છું. તેમના રહેતા અમારા પર દબાણ ઓછું રહે છે. મારી કોશિશ દર વખતે ટીમ
માટે સર્વશ્રેષ્ઠ આપવાની હોય છે. પરિણામ વિશે હું વધુ વિચારતો નથી.
હર્ષિત
રાણાએ ભારત તરફથી માત્ર 1 ટી-20 મેચ રમ્યો છે. જાન્યુઆરી 202પમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ
કન્કશન સબ્સટીટયૂટ તરીકે ઉતર્યોં હતો અને 33 રનમાં 3 વિકેટ લીધી હતી. આઇપીએલની પાછલી
સીઝનમાં તેના નામે 13 મેચમાં 1પ વિકેટ રહી હતી. એશિયા કપમાં તેની પસંદગીની ટીકા થઇ
રહી છે. હવે હર્ષિત રાણાએ જવાબ આપવાનો છે.