• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

ન્યુઝિલેન્ડ સામે ભારતની ધમાકેદાર જીત ઃ શ્રેણી કબજે

- ઝ-20 શ્રેણીમાં 4-1થી વિજય, ઈશાન કિશનની તોફાની સદી , અર્શદીપની 5 વિકેટ ઃ ભારતના 271 રનના જવાબમાં ન્યુઝિલેન્ડ 225માં ઓલઆઉટ

નવી દિલ્હી, તા. 31 ઃ ન્યુઝિલેન્ડને પાંચમા અને શ્રેણીના અંતિમ ટી20 મેચમાં 46 રને હરાવીને ટીમ ઈન્ડિયાએ શ્રેણી 4-1થી નામે કરી લીધી છે. મેચમાં ઈશાન કિશનની તોફાની સદી, સુર્યકુમારના 63 અને હાર્દિક પંડÎાના વિસ્ફોટક 47 રનની મદદથી ભારતે પોતાનો ત્રીજો સૌથી મોટો 271 રનનો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં ન્યુઝિલેન્ડની ટીમ 19.4 ઓવરમાં 225 રન કરીને ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી અર્શદીપે પાંચ વિકેટ લીધી હતી. જ્યારે અક્ષર પટેલને ત્રણ વિકેટ મળી હતી. મેચમાં ઈશાન કિશને માત્ર 42 બોલમાં પોતાની પહેલી ટી20 સદી પુરી કરી હતી. ભારતે આ મેચમાં કુલ 206 રન તો બાઉન્ડ્રીથી કર્યા હતા.

ભારતે આપેલા જીત માટેના 272 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી ન્યુઝિલેન્ડની ટીમે માત્ર પહેલી જ ઓવરમાં વિકેટ ગુમાવી દીધી હતી. જો કે બાદમાં ફીન એલનનું બેટ ગરજ્યું હતું અને તેનો સાથ રચિન રવીન્દ્રએ આપ્યો હતો. ફીન એલન 38 બોલમાં 80 રન કરીને અને રચિન 17 બોલમા 30 રન કરીને આઉટ થયો હતો. બાદમાં ડેરિલ મિચલે બહાર જતા બોલને અડવાના પ્રયાસમાં બોલ્ડ થયો હતો અને કીવીએ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. અંતિમ સમયે ઈશ સોઢીએ મોટા શોટ્સ રમવાનો પ્રયાસ કર્યો હતો અને 15 બોલમાં 33 રન કર્યા હતા. જો કે સ્કોર વિશાળ હોવાથી કીવી ટીમ પાછળ રહી હતી અને 19.4 ઓવરમાં 225 રન કરીને ઓલઆઉટ થઈ હતી.

આ અગાઉ ભારતે ઈશાન કિશનની ધમાકેદાર સદી અને સુર્યકુમાર યાદવની અર્ધસદીની મદદથી ટી20મા પોતાનો ત્રીજો સૌથી મોટો 271 રનનો સ્કોર કર્યો હતો. મેચમાં સુર્યકુમાર યાદવ અને ઈશાન કિશન વચ્ચે ત્રીજી વિકેટ માટે રેકોર્ડ 137 રનની ભાગીદારી થઈ હતી. ઈશાન કિશને ટી20ની પહેલી સદી ફટકારી હતી. તેણે 43 બોલમાં છ ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 103 રન કર્યા હતા. જ્યારે સુર્યકુમાર યાદવે 30 બોલમાં 6 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 63 રન કર્યા હતા. આ ઉપરાંત હાર્દિક પંડÎાએ પણ માત્ર 17 બોલમાં 4 સિક્સર અને એક ફોરની મદદથી 42 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. જેની મદદથી ભારતનો સ્કોર 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને 271 રન થયો હતો. આ સ્કોર ટી20 ફોર્મેટમાં ભારતનો ત્રીજો સૌથી મોટો સ્કોર છે. આ ઉપરાંત ટીમ ઈન્ડિયાએ ઈનિંગમાં ફરી એક વખત સૌથી વધુ 23 સિક્સર ફટકારી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક