સતત
બીજા મહિને ફુગાવો શૂન્યથી નીચે 0.58 ટકા
નવી
દિલ્હી, તા.14: ખાદ્ય ચીજો, ખનીજ તેલ, પ્રાકૃતિક ગેસ અને ધાતુઓની કિંમતમાં નરમાશ વચ્ચે
જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો જુલાઈમાં માસિક આધારે ઘટીને શૂન્યથી 0.58 ટકા નીચે આવી
ગયો છે.
વાણિજ્ય
અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આજે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જુલાઈમાં પ્રાથમિક
જરૂરિયાતની વસ્તુઓનો ફુગાવો ગત વર્ષનાં આ સમયગાળાની તુલનામાં 4.95 ટકા નીચે હતો. વીજળી
અને ઈંધણ વર્ગમાં જથ્થાબંધ ભાવ વાર્ષિક આધારે 2.43 ટકા ઓછો નોંધાયો છે અને ખાદ્યચીજોની
કિંમત પણ એક વર્ષ પહેલા કરતાં 2.15 ટકા ઘટયો છે. આનાથી વિપરિત જથ્થાબંધ બજારમાં મેન્યુફેક્ચર્ડ
ચીજોનો ફુગાવો એક વર્ષ પહેલાનાં આ માસ કરતાં 2.05 ટકા ઉપર રહ્યો છે. ઉલ્લેખનીય છે કે,
જૂન માસમાં જથ્થાબંધ ફુગાવો શૂન્યથી 0.13 ટકા નીચે હતો.
જુલાઈનો
-0.58 ટકા જથ્થાબંધ ફુગાવો છેલ્લા બે વર્ષનું નીચલું સ્તર છે. એ પહેલા જૂનમાં -0.13
ટકા ફુગાવો 20 માસ અને મે માસમાં 0.39 ટકા જથ્થાબંધ ફુગાવો 14 માસનાં નીચલા સ્તરે રહ્યો
હતો.
જુલાઈમાં
ખાદ્ય પદાર્થનો ફુગાવો શૂન્યથી 0.96 ટકા નીચચે, ખનીજ તેલનો ફુગાવાનો દર શૂન્યથી 1.98
ટકા નીચે ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસનો ફુગાવો (ઋણ)-2.56 ટકા, મૂળભૂત ધાતુ -0.82 ટકા રહ્યો
હતો. જ્યારે કોલસામાં -0.44 ટકા, વીજળી -0.36 ટકા અને ખનીજ -1.08 જેટલો ફુગાવામાં વધારો
થયો હતો.