2011માં ડૉક્ટર સામે અને 2012માં
ઝોનલ અધિકારી સામે એસીબી કાર્યવાહી થયેલી
જામનગર, તા.1ર: જામનગર જિલ્લામાં
વર્ષ ર011ના એસીબી કેસમાં ભ્રષ્ટાચાર નિવારણની કલમો હેઠળ એસીબી કોર્ટે કાલાવડના સરકારી
ડૉક્ટરને અને ર01રના એસીબી જિલ્લા પુરવઠા-િવભાગના તત્કાલિન ઝોનલ અધિકારીને 1-1 વર્ષની
જેલ સજા અને રૂ.10-10 હજારનો દંડનો હુકમ ફરમાવ્યો છે.
કાલાવડ તાલુકાનાં ખરેડી ગામના
પીએચસીમાં નોકરીમાં તા.1પ જુલાઈ, ર011ના રોજ મુકાયેલા નવા એક યુવા ડૉક્ટર ઘરે સામાન
લેવા ગયા હોવાને કારણે તા.ર1થી ર9 જુલાઈ સુધી ગેરહાજર રહ્યા હતા. તેનો આટલા દિવસના
પગાર બિલ માટે લાંચની માગણી જુનિયર ડૉક્ટરે તા.31/9/2011ના એસીબીનાં ફરિયાદ નોંધાવ્યા
બાદ એસીબીની ટ્રેપમાં કલ્પેશ દેસાઈ નામનો પ્રજાજન પકડાયો હતો. આ કેસ અત્રેની એસીબી
કોર્ટમાં ચાલી જતાં એસીબી અદાલતે તા.6 સપ્ટેમ્બરના રોજ સરકારી ડૉક્ટર દીપક દુલેરાને
એક વર્ષની જેલ સજા અને રૂ.10 હજાર દંડનો હુકમ ફરમાવ્યો છે.
જ્યારે બીજા કેસમાં સસ્તા અનાજની
દુકાનના સંચાલકે તા.રપ/9/ર01રના રોજ હેરાનગતિ નિવારવા પુરવઠા ઝોનલ અધિકારી ચેતન ઉપાધ્યાય
સામે લાંચની માગણીની ફરિયાદ કરી હતી. એસીબીએ અધિકારીને રંગે હાથ પકડી પાડયો હતો. આ
કેસ પણ અદાલતમાં ચાલી જતાં અદાલતે તા.9 સપ્ટેમ્બરના રોજ ઝોનલ અધિકારીને ભ્રષ્ટાચાર
નિવારણ અધિનિયમની કલમ હેઠળ 1 વર્ષની કેદ સજા અને રૂ.10 હજાર દંડનો હુકમ ફરમાવ્યો હતો.