• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

સુરતમાં રૂ. 3 કરોડની ઠગાઈ કરનાર સૌરાષ્ટ્રનાં 4 પકડાયા શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપી કરી હતી છેતરપિંડી

સુરત, તા.13: સુરતમાં ફેસબુકના માધ્યમથી વોટ્સઅપ ગ્રુપ બનાવી શેર બજારમાં રોકાણ કરવાની લાલચ આપી રૂપિયા 3 કરોડની છેતરપિંડી કરતા તેમજ ઓનલાઈન ગુનાઓ આચરતા મૂળ સૌરાષ્ટ્રનાં 4 આરોપીઓને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ શહેરમાં કોલ સેન્ટરની આડમાં શેરબજારમાં રોકાણ કરવા માટે લાલચ આપી ઓનલાઈન ફ્રોડના ગુનાઓ આચરતા આરોપીઓને શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા સુરત શહેર ક્રાઈમ બ્રાંચને સૂચના અપાઈ હતી અને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. આ દરમિયાન છત્તીસગઢ રાજ્ય સાયબર પોલીસ ટીમ દ્વારા સુરત શહેર ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓનો જિલ્લામાં જુદા જુદા 3 ગુનાઓમાં ઓનલાઈન ફ્રોડ થયેલ હોવાનું જણાય આવેલ હતું.

આ ગુનામાં આરોપીઓ શેરબજારમાં રોકાણ કરવા માટે અલગ અલગ નામથી વોટ્સઅપ ગ્રુપ બનાવી તેમાં રોકાણ કરવાની સ્કીમ જણાવી લાખો રૂપિયાનું રોકાણ કરાવેલું હતું. આ રોકાણ કરવામાં પ્રથમ રથી 3 હજાર રૂપિયાનો ફાયદો કરાવી ત્યારબાદ મોટાપાયે રોકાણ કરાવેલ જે રોકાણ કરેલ રૂપિયા પરત મેળવવા હોય તો તે કંપનીના નિયમ મુજબ વધુ પૈસા જમા કરાવવા જણાવી ત્યારબાદ વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામના ગ્રાહકોને બ્લોક કરી તેઓની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી ગુનો આચરેલ હતો.

ચીટિંગ કરનાર ઈસમોના મોબાઈલ નંબરો સુરત શહેરના હોવાનું જણાય આવેલ હતું. જેથી તેઓએ આપેલ મોબાઈલ નંબરો આધારે તપાસ કરતા નીચે મુજબના આરોપીઓની ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવેલ. જો કે પકડાયેલ આરેપીઓ આર્થિક રીતે નબળા અને પૈસાની જરૂરિયાત હોય તેવા ઈસમોને શોધી તેઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેઓને એકાઉન્ટ ખોલવાના બદલામાં એક જવ ખવખત રૂ.પ થી રૂ.10 હજાર આપી ત્યારબાદ તેઓના એકાઉન્ટનો તમામ વ્યવહાર આરોપીઓ જાતે જ સંભાળતા હોય છે અને તેઓ ભારત દેશમાં આવેલ અલગ અલગ રાજ્યોમાં ફેસબુકના માધ્યમથી વોટ્સઅપ ગ્રુપ બનાવી તેમા ગ્રાહકોને એડ કરી સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાના બહાને લાખો રૂપિયાનું રોકાણ કરાવી ઓનલાઈન ફ્રોડના ગુનાઓ આચરતા આવેલ છે.

ઓનલાઈન ફ્રોડ કરતા ઝડપાયેલા મહેન્દ્ર ઉર્ફે મલો ઉર્ફે મૌલિક ભીખુભાઈ ડોબરિયા (ઉં.ર9) હાલ રહે. સીગણપોર, સુરત મૂળ જૂનાગઢ, ઘનશ્યામ ઉર્ફે લાલો ભગવાનભાઈ નારોલા (ઉં.33) કતારગામ સુરત મૂળ રહે. અમરેલી, અભિષેક ઉર્ફે અભી જયંતીભાઈ આજગિયા (ઉં.ર6) હાલ રહે. કતારગામ સુરત મૂળ રહે. જિ.જૂનાગઢ, યજ્ઞેશ પ્રવિણભાઈ શીયાણિયા (ઉં.રપ) હાલ રહે. કતારગામ સુરત મૂળ રહે. જી.સુરેન્દ્રનગરના ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક