• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

સીજેઆઈ ચંદ્રચૂડને નિવૃત્તિ પછી મોદી ક્યુ પદ આપશે? : ઉદ્ધવની શિવસેનાનો કટાક્ષ

નવી દિલ્હી, તા.13: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા(સીજેઆઈ) ડી.વાય.ચંદ્રચૂડની મુલાકાતનો શિવસેના(ઉદ્ધવ) દ્વારા વિરોધ દોહરાવવામાં આવ્યો છે. પક્ષે તો એટલે સુધી સવાલો ઉઠાવી દીધા છે કે, નવેમ્બરમાં સીજેઆઈ ચંદ્રચૂડની નિવૃત્તિ પછી વડાપ્રધાન મોદી તેમને ક્યું પદ આપવાનાં છે?

ઉલ્લેખનીય છે કે, બુધવારે સીજેઆઈનાં નિવાસે આયોજિત ગણેશ પૂજામાં મોદી સામેલ થયા હતાં. આ મુદ્દે હવે મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનાં નેતૃત્વવાળી શિવસેનાનાં મુખપત્ર સામનાનાં સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે, મોદીએ ભારતીય રાજતંત્રનાં આખરી સ્તંભને પણ ધ્વસ્ત કરી નાખ્યો છે. દેશની પ્રતિષ્ઠાનું આ પતન છે.

પ્રધાનમંત્રી અને સીજેઆઈની અંગત મુલાકાતે શિષ્ટાચારનાં સવાલો ઉભા કરી દીધા છે. સંપાદકીયમાં આગળ કહેવામાં આવ્યું છે કે, નિવૃત્તિ બાદની સુવિધા ન્યાયપાલિકા માટે સૌથી મોટા ખતરાની ઘંટડી સમાન છે. સામનામાં આગળ દાવો કરવામાં આવ્યો છે કે, જે ન્યાયધીશોએ લોકતંત્ર અને સંવિધાનને કચડીને સરકારની મદદ કરી છે તેમને નિવૃત્તિ પછી ઈનામ મળ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોલેજિયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી ટ્રેનમાં દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈ ઝડપાયો રાજકોટથી સુરેન્દ્રનગર જતી ટ્રેનમાં ધાકધમકી આપી કૃત્ય આચર્યું’તું October 05, Sat, 2024