વારાણસી કોર્ટે રોક લગાવવાની
હિન્દુ પક્ષની અરજી ફગાવી: ભોંયરાની મરમતનોય ઈનકાર
વારાણસી, તા.13 : વારાણસી કોર્ટે
જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરાની છત પર નમાજ પર રોક લગાવવાની માંગ કરતી અરજી ફગાવી દીધી
હતી. કોર્ટ ભોંયરાની મરામતનો આદેશ આપવાનો પણ ઈન્કાર કર્યો હતો. જોકે વ્યાસ ભોંયરામાં
ચાલી રહેલી પૂજા જારી રહેશે. હિન્દુ પક્ષની અરજી પર સિવિલ જજ સિનિયર ડિવિઝન હિતેશ અગ્રવાલે
આ આદેશ આપ્યો હતો. હિન્દુ પક્ષે અરજીમાં માંગ કરી હતી કે વ્યાસ ભોંયરાની છત પર નમાજીઓનો
પ્રવેશ રોકવામાં આવે. હવે હિન્દુ પક્ષ મરામતની માંગને લઈને જિલ્લા કોર્ટમાં અરજી કરશે.હાલમાં
વ્યાસ ભોંયરાંની છત ઉપર નમાજ પઢવામાં આવે છે અને નીચે ભોંયરાંમાં પૂજા થાય છે.