અફઘાનિસ્તાન-ન્યુઝીલેન્ડ
વચ્ચેના એકમાત્ર ટેસ્ટનો પાંચમો દિવસ પણ વરસાદમાં ધોવાયો
ગ્રેટર
નોયડા સ્ટેડિયમ અને BCCIની વ્યવસ્થા પર સવાલ સર્જાયા
ગ્રેટર
નોયડા, તા.13: અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો એકમાત્ર ટેસ્ટ મેચ એક પણ દડો ફેંકાયા
વિના રદ થયો છે. ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં આવું ફક્ત આઠમીવાર થયું છે. જ્યારે ભારતમાં
પહેલીવાર પૂરો ટેસ્ટ મેચ ધોવાય ગયો છે. મેચના પહેલા બે દિવસ ભીના અને ખરાબ આઉટફિલ્ડને
લીધે રમત શકય બની ન હતી. બાકીના ત્રણ દિવસ વરસાદને લીધે રદ થયા હતા. આજે શુક્રવારે
મેચના આખરી દિવસે મેદાનનું નિરીક્ષણ કરીને આઇસીસી મેચ રેફરી જવગલ શ્રીનાથે અંતિમ દિવસ
પર રદ થયાનો જાહેર કર્યોં હતો. આ મેચમાં ટોસ પણ થયો ન હતો. ખરાબ આઉટફિલ્ડ અને ડ્રેનેજ
સિસ્ટમની અસુવિધાને લીધે ગ્રેટર નોયડાના સ્ટેડિયમની અને બીસીસીઆઇની વ્યવસ્થાની વ્યાપક
ટીકા થઇ રહી છે. જે સામે બીસીસીઆઇએ કહે છે કે ગ્રેટર નોયડાની પસંદગી અફઘાનિસ્તાન ક્રિકેટ
બોર્ડે કરી હતી. અમે તેને બીજા બે વિકલ્પ પણ કાનપુર અને બેંગ્લુરુ આપ્યા હતા.
ટેસ્ટ
ક્રિકેટમાં એક પણ દડો ફેંકાયા વિના છેલ્લે 26 વર્ષ અગાઉ ટેસ્ટ રદ થયો હતો. 1998માં
ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચેનો ડુનેડુનિમાં રમાનાર ટેસ્ટમાં એક પણ દડો ફેંકાયો ન હતો.
આઇસીસીએ
2017માં અફઘાનિસ્તાન ટીમને ટેસ્ટ દરજ્જો આપ્યો છે. એ પછીથી તેનો આ 10મો ટેસ્ટ મેચ હતો.
આ મેચ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો ન હતો. ગ્રેટર નોઇડા મેદાન પર મેચ
રેફરી જવગલ શ્રીનાથના રિપોર્ટ બાદ આઇસીસી કાર્યવાહી કરશે.